સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, ખેડા જિલ્લામાં માવઠુંઃ ખેડૂતોમાં ચિંતા

Wednesday 18th December 2019 05:47 EST
 

ગાંધીનગરઃ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક અપર એર સર્ક્યુલેશનના કારણે ૧૨મી ડિસેમ્બરે રાજ્યના સૌરાષ્ટ્ર, ઉ. ગુજરાત, મધ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડયો હતો. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે રવી પાકને મોટાપાયે નુક્સાનના ભયે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કચ્છમાં ભુજ, માંડવી, મુન્દ્રા, અબડાસા, લખપત, નખત્રાણા, ગાંધીધામ, રાપર તાલુકામાં ઝરમરથી મધ્યમ વરસાદ પડયો હતો. બનાસકાંઠાના દિયોદરમાં ૧૨મીએ તોફાની પવન સાથે પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના ગોંડલ, કાલાવાડ, જસદણ સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં મરચી, ડુંગળી, લસણ, ચણા સહિતના પાકને ભારે નુકસાન થયું છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter